નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીના અંતરિયાળ ડુંગર વિસ્તારમાં આવેલા નામગિર ગામની પ્રાથમિક શાળાની દયનીય સ્થિતિ સામે આવી છે. વિકાસના દાવાઓ વચ્ચે આજે પણ આ શાળામાં વિદ્યાર્થીઓ મૂળભૂત સુવિધાઓના અભાવે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

ધોરણ 1થી 5 સુધીના અંદાજે 35 વિદ્યાર્થીઓ માટે શાળામાં માત્ર એક જ વર્ગખંડ ઉપલબ્ધ છે અને તે પણ જર્જરિત હાલતમાં છે. સમગ્ર શાળામાં માત્ર એક જ શિક્ષક ફ્રજ બજાવતા હોવાથી તમામ ધોરણના વિદ્યાર્થીઓને એકસાથે ભણાવવાની સ્થિતિ ઊભી થઈ છે, જે શિક્ષણની ગુણવત્તા માટે ગંભીર ચિંતાનો વિષય બની છે.

શાળામાં પીવાના સ્વચ્છ પાણીની પણ પૂરતી વ્યવસ્થા નથી. મધ્યાહન ભોજનની કામગીરી તેમજ વિદ્યાર્થીઓ માટે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને રોજિંદા કાર્ય દરમિયાન હાલાકી ભોગવવી પડે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો