સાગબારા : સરકારી વિનયન કૉલેજ સાગબારા ખાતે ગુજરાતી વિભાગ દ્વારા વિશ્વ ગુજરાતી ભાષા દિવસ અને ગુજરાતી ભાષાના આદ્યકવિ, યુગપ્રવર્તક અને સમાજ સુધારક કવિ, નર્મદની જન્મજયંતિ ઉત્સાહભેર ઉજવણી થઇ. પ્રાસંગિક ઉદબોધનમાં આચાર્ય ચેતન ચૌધરીએ કવિ નર્મદનું જીવન, સાહિત્ય અને સમાજ સુધારક વિચારો અંગે માર્ગદર્શન આપ્યું હતું. પ્રથમ વર્ષના વિદ્યાર્થી ગણેશ વસાવાએ કવિ નર્મદનો પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમમાં કવિ નર્મદ પર આધારિત જો આજે નર્મદ હોય તો વિષય પરનું સંવાદાત્મક નાટક અને નર્મદની કૃતિઓ બોલે છે અંતર્ગત નર્મદની વિવિધ કૃતિઓને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી હતી. રંજના તડવીએ મારી હકીકત અને કુસબા વસાવાએ ડાંડિયો સામયિ અને નર્મદની અમર રચના જય જય ગરવી ગુજરાતનું ભાવસભર કાવ્યગાન રજૂ કર્યું હતું. કાર્યક્રમના અંતે હિતેશ વસાવાએ આભારવિધિ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો