સેલંબા : સાગબારા તાલુકાના પાટ ખાતે આવેલ વેમેડ ઈંગ્લિશ મીડીયમ સ્કૂલમાં નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિ, સંસ્કૃતિ અને આનંદના સમન્વય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રંગબેરંગી પરંપરાગત વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓએ ગરબાના તાલે ઝૂમીને શાળાના વાતાવરણને ઉત્સવમય બનાવ્યું હતું. આ ઉજવણી દ્વારા બાળકોને આપણી સાંસ્કૃતિક પરંપરાઓ સાથે જોડાવાની અને સાથે મળીને પર્વનો આનંદ માણવાની તક મળી હતી.
