ભરુચના સાંસદ મનસુખ વસાવાના AAP પર પ્રહાર સામે આવ્યા છે, જેમાં તેમનું કહેવું છે કે, ચૈતર વસાવાના અનેક માણસો દારુનો ધંધો કરે છે, પાંચ પેટી દારુ હતો જે સગેવગે કરી દેવામાં આવ્યો છે અને પોલીસના નામે માછલા ધોવા અને બીજુ બાજુ ધંધો કરવો, AAPના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે, આપના કાર્યક્રમમાં દારુ પીને નાચવામાં આવે છે.
નિરંજન વસાવાએ ગેરકાયદે હોટેલ-મકાન બનાવ્યું : મનસુખ વસાવા સાંસદ
મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે, AAP જિલ્લા પ્રમુખ લોકોને ધમકાવી પૈસા પડાવે છે, નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ દારૂ સાથે પકડાયો જે બાબતે સાંસદ મનસુખ વસાવાનુ વધુમાં કહેવુ છે કે, માત્ર 11 બોટલ મળી છે પણ 5 પેટી દારૂ હતો જે સગેવગે કરી દેવામાં આવ્યો છે , ધારાસભ્ય ચૈતર વસાવા જોડે જોડાયેલા અનેક માણસો દારૂ નો ધંધો કરે છે, એક બાજુ આપના લોકો દારૂનો ધંધો કરે અને ધારાસભ્ય પોલીસના માથે માછલાં ધોવે છે આ એક પ્રકારનો સ્ટંટ છે .













