નાંદોદ તાલુકાના આમલેથા ગામેથી એલસીબી નર્મદા એ રેઇડ દરમ્યાન વિસ્ફોટકો પદાર્થ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. આમલેથા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


બનાવની વિગત એવી છે કે આરોપી મહાવીર રતનદાસ બૈરાગી, (હાલ રહે.રૂમ નં.1 શ્રી દર્શન એપાર્ટમેન્ટ પોસ્ટ ઓફીસની પાછળ, અલ્કાપુરી, સજપારડી તા.ઝગડીયા. જી.ભરૂચ, મુળ રહે.ગામ ભાણપી, ચારભુજા ચોક, તા.ગંગરાર, જી.ચિતોડગઢ, રાજસ્થાન) ટેમ્પોમાં ગેરકાયેદ રીતે વિસ્ફેટક પદાર્થ લઇને જઇ રહ્યો હતો. પોલીસે તેને રોકીને તપાસ કરતા ટેમ્પોમાંથી (1) આશરે 83 એમ.એમ. તથા 2.78 કિલોગ્રામ વજનવાળી કુલ 22 પુંઠાના બોક્ષમાં જીલેટીન સ્ટીક નંગ-198 કિ.રૂ.3, 09,600 તથા (2) એલ્યુમીનિયમ ડીટોનેટર નંગ-04 ની કિ.રૂ.40 તથા (3) સેફ્ટી ફ્યુઝ (જામગ્રીની દોરી) સાત મીટર લંબાઈની કિ.રૂ.105 મળી આવ્યા હતા. મહાવીર બૈરાગી પાસે આ વિસ્ફોટક સામગ્રીને લાવવા લઇ જવા માટે જરૂરી કાગળ પોલીસે માગતા તે આપી શક્યો નહતો એટલે પોલીસે વિસ્ફોટક સામગ્રી ઉપરાંત મોબાઈલ નંગ-1 કિ.રૂ.2,000 તથા ટાટા ટેમ્પોની કિ.રૂ.5,00,000 મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.5.41,745 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ કેસમાં પોલીસ સબ ઇન્સ્પેકટર જે.આર.ડામોર એ.એચ.ટી.યુ. નર્મદા દ્વારા તપાસ કરી રહ્યા છે.

https://sandesh.com/maru-saher-maru-gaam

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: