05
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા ખાતે ગતરોજ કોલેજના આચાર્યની અધ્યક્ષતામાં ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા અંતર્ગત ઓનલાઈન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વેબિનાર દરમિયાન વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ અને માર્ગદર્શન રહ્યું હતું. કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિનું મહત્વ, આપણી સમૃદ્ધ પરંપરા, સાંસ્કૃતિક વારસો તેમજ જીવનમૂલ્યો અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા અંગે વિદ્યાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્પર્ધાનું આયોજન, વિદ્યાર્થીઓ દ્વારા તેમાં ભાગ લેવાની પ્રક્રિયા તેમજ સ્પર્ધા પૂર્ણ થયા બાદ વિજેતા વિદ્યાર્થીઓને આપવામાં આવનાર ઇનામો અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને વધુમાં વધુ સંખ્યામાં સ્પર્ધામાં ભાગ લઈ પોતાની વક્તૃત્વ પ્રતિભા, વિચારો અને સાંસ્કૃતિક સમજને અસરકારક રીતે રજૂ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો