4

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મ જયંતી નિમિત્તે તા.31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી એકતાનગર- સ્ટેચ્યૂ ઓફ્ યુનિટી ખાતે થનાર છે. જેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. આ વખતે દિલ્હીમાં યોજાતી ગણતંત્ર પરેડની જેમ એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા પરડેમાં પણ અલગ અલગ રાજ્યોના ટેબ્લો જોવા મળશે.

સ્ટેચ્યૂ ઓફ્ યુનિટી વિસ્તારમાં નાની- મોટા કામગીરી અત્યારથી ચાલુ કરવા દેવામાં આવી છે. સરદાર પટેલ જયંતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમાને સવારે પુષ્પાંજલિ અર્પિત કરશે. દર વર્ષે રાષ્ટ્રીય એકતા દીવસ પર સ્ટેચ્યુ ઓફ્ યુનિટી નજીક આવેલા વિસ્તારમાં પરેડ થતી હતી. પરંતુ આ વખતે રાષ્ટ્રીય એકતા પરેડ આરોગ્ય વન નજીકના રસ્તા ઉપર થનાર છે અને ત્યાં પણ તૈયાર ચાલુ છે. દિલ્હીના પ્રગતિ પથ પર 26મી જાન્યુઆરીએ જે રીતે ગણતંત્ર પર્વની પરેડ થાય છે. તેવી જ રીતની સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ 31 ઓક્ટોબરે યોજનાર છે. જેમાં અલગ અલગ રાજ્યોની ઝાંખી દર્શાવતા ટેબ્લો પણ રજૂ થશે. તેવી માહિતી તંત્ર તરફથી મળી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો