આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાત સરકારના પ્રોટોકોલ મંત્રી પ્રફુલ પાનશેરિયા, નાંદોદના ધારાસભ્યડૉ. દર્શનાબેન દેશમુખ, સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટરમુકેશ પુરી, જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ અને જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ અહીયા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં આવ્યા હતા અને તેમના હસ્તે પુરસ્કૃત કલાકારોને એવોર્ડ આપવામાં આવ્યા હતા. તેઓ સોમવારે મોડી સાંજે વડોદરા હવાઇ મથકથી બાય રોડ એકતાનગર આવી પહોંચ્યા હતા અને અહી સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યું હતું.