કેવડિયા કોલોની : ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના અધ્યક્ષ નાહીન કાજી આજે નર્મદા જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે જિલ્લાના લઘુમતી સમાજના આગેવાનો, વેપારીઓ તેમજ સંગઠનના કાર્યકરો સાથે બેઠક યોજી હતી.બેઠક દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી સમાજના કલ્યાણ માટે અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી અને વધુમાં વધુ લાભાર્થીઓ સુધી આ યોજનાઓ પહોંચે તે માટે કાર્યકરોને સક્રિય કામગીરી કરવા અનુરોધ કર્યો.નાહીન કાજીએ ખાસ કરીને હજ યાત્રા સંબંધિત વ્યવસ્થાઓ અને સુવિધાઓમાં થયેલા સુધારાઓનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે હજ યાત્રીઓ માટે પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને સુવિધાજનક બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે, જેનો લાભહજ યાત્રાળુઓને મળી રહ્યો છે. બેઠકમાં જિલ્લાના લઘુમતી સમાજના અગ્રણીઓ, વેપારીઓ અને ભાજપ લઘુમતી મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
