સાગબારા તાલુકાના ખોપી, હલ ગામ, પાડી સહિત 12 ગામના ખેડૂતો જંગલ જમીન મુદ્દે સંઘર્ષ કરી રહ્યાં છે. તેઓનું આજે તા.11ના રોજ ચોથા દિવસે પણ ધરણાં પ્રદર્શન ચાલુ છે. મહિલા આગેવાન અને સામાજિક કાર્યકર લીલાબેન વસાવા છેલ્લા એક માસથી સાગબારા તાલુકાના ખેડૂતો જંગલ જમીન મુદ્દે સંઘર્ષ કરે છે. દિનપ્રતિદિન આ ખેડૂતોનું જંગલ જમીન મુદ્દે ધરણાં પ્રદર્શન આગળ વધતું જાય છે અને જંગલ જમીન મુદ્દે તેઓ છેવટ સુધી લડી લેવાના મુડમાં છે. ખેડૂતો સાથે જંગલ જમીન મુદ્દે તા.11ના રોજ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ પણ ધરણાં પ્રદર્શનમાં જોડાયા હતા. અને તેમનું જંગલ જમીન મુદ્દે સમર્થન આપ્યું હતું. દિલ્હી ખાતે સંસદસત્ર પૂર્ણ થયા બાદ સાંસદ મનસુખ વસાવા પણ ધરણામાં જોડાશે તેમ જાણવા મળ્યું હતું.
