વિશ્વ એઈડ્સ દિવસ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અંતર્ગત તા. 8 ડિસેમ્બરે સાગબારા ખાતે નવરચના સ્કૂલ ખાતે અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઈનચાર્જ તાલુકા હેલ્થ ઓફ્સિર ડૉ. મયંક તેમજ એન.ટી.ઈ.પી સુપરવાઈઝર કેશરલાલ પાટીલ સાથે આઈ સી ટી સી ના કાઉન્સેલર મહેદ્રસિંહ બારડ, વિક્રમ વસાવા ICTC, લેબ ટેકનીશીયન અંકીત વસાવા અને નવરચના સ્કૂલ ના પ્રિન્સિપાલ અને તેમના સ્ટાફ પોલીસ વિભાગની ઉપસ્થિતિમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં. કાર્યક્રમ દરમિયાન એચઆઇવી એઇડ્સ અંગે અનેએચ.આઈ.વી. હેલ્પલાઈન 1097 સેવા અંગેની માહિતી આપવામાં આવી હતી.


https://sandesh.com/maru-saher-maru-gaam

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: