દેડિયાપાડાની ધામણ ખાડી ઉપરના પુલ ઉપર ચોમાસા દરમ્યાન મોટા મોટા ખાડાઓ પડી ગયા હતા. પુલના સ્લેબના સળિયા સળિયા પણ નીકળી ગયા હતા. પુલ ઉપર મોટા ખાડાઓના કારણે વરસાદનું પાણી ભરાઈ રહેતું હતું. લોકો અને વાહન ચાલકોને હાડમારી ભોગવવી પડતી હતી. કોન્ટ્રાકટર દ્વારા આ પુલ પર ખાડાઓ પુરીને ડામર નાખીને પેચવર્ક કરવામાં આવ્યું છે. લોકો અને વાહન ચાલકોની હાડમારી દૂર થઈ છે. દેડિયાપાડાથી નિવાલદા પ્રાથમિક શાળા અને સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલે જતાં વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર થઈ છે. વાહન ચાલકો અને લોકો ખુશખુશાલ થઇ ગયા છે.
