કેવડીયા કોલોની : નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે માનવેન્દ્ર ફાઉન્ડેશન દ્વારા 14 નવેમ્બર એટલેકે લાભપાંચમ ની સંધ્યાએ ઐતિહાસિક વિજય પેલેસમાં રોયલ દિવાળી મહોત્સનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવેન્દ્રસિંહ ગોહિલ જણાવ્યું હતું કે મહોત્સવમાં સમાજના વિવિધ વર્ગો અને સમુદાયના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સામાજિક એકતા, સમાનતા અને સર્વસમાવેશી ભાવનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાઓ, દિવ્યાંગજનો,LGBTQ+ સમુદાય, અનુસૂચિત જનજાતિના સભ્યો તેમજ યુદ્ધવીરો સહિત વિવિધ ક્ષેત્રના લોકો એક મંચ પર એકત્રિત થયા હતા, મહોત્સવ દરમિયાન ભજન સંગીત અને આદિવાસી લોકનૃત્ય સહિતની વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ ઉપસ્થિત લોકોનું આકર્ષણ જમાવ્યું હતું. સૌએ સાથે મળીને દિવાળીના પર્વની ઉજવણી કરી સામાજિક એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમના માધ્યમથી સમાજમાં દરેક વ્યક્તિને સમાન અધિકાર, અને સન્માન મળે તેવો સંદેશો આપવામાં આવ્યો હતો. માનવેન્દ્ર ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ મહોત્સવે વિવિધ સમુદાયોને એકસાથે એક મંચ પર લાવી સમાવેશી સમાજના નિર્માણનોસંદેશ પ્રસરાવ્યો હતો.
