રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, દેડિયાપાડા તાલુકા દ્વારા પરંપરાગત રીતે વિજયાદશમી ઉત્સવની ઉજવણી તા. 25 ના રોજ કરાઇ હતી. સંઘની સ્થાપના વિજયાદશમીના પાવન પર્વે થઈ હોવાથી તેનું વિશેષ અને ઐતિહાસિક મહત્વ રહ્યું છે.આ વર્ષે પણ શક્તિ આરાધના, શસ્ત્રપૂજન અને પથ સંચલન સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જે પ્રસંગે પથ સંચલન કરાયું હતું. દેડિયાપાડાની એ. એન. બારોટ હાઇસ્કૂલથી દેડિયાપાડા લીબડા ચોક થઈ દેડિયાપાડા મુખ્ય બજારમાં થઈને દેડિયાપાડા ચાર રસ્તા સર્કલ થઈને નગરના વિવિધ માર્ગો ઉપર આરએસએસના સ્વયં સેવકો વાજા બેન્ડ સાથે તેમની શોભાયાત્રા નીકળી હતી. જેનું નગરજનો દ્વારા ફૂલોથી સ્વાગત કર્યું હતું. પ.પૂ. શ્રી રામેશ્વર મહારાજ ગાદીપતિ, શ્રી રામજી મંદિર, શબરી આશ્રમ, દેડિયાપાડા દ્વારા હિન્દુ ધર્મ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તથા ભરૂચ વિભાગના અમિત પંચાલ જે પર્યાવરણ અને કુટુંબના પ્રબોધન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પરંપરાગત રીતે શસ્ત્રપૂજા અર્ચના કરાઇ હતી. જે પ્રસંગે રામેશ ગુરૂજી, કાલીદાસ વસાવા સહિત આરએસએસના સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા હતા.
