જેને ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા તે દશા માતા વ્રતને હવે એક દિવસ આડો રહ્યો છે ત્યારે સેલંબા નગર ખાતે દશામાતાની મૂર્તિઓ લેવા માટે માઈ ભક્તો ઊમટયા હતા. આજે બજારમાં ભારે શણગાર તેમજ પૂજાપાની દુકાનો પર ભારે ભીડ જોવા મળી હતી.
આવતીકાલથી એટલે કે તા.12ને બુધવારથી દશામા વ્રતની શરૂઆત ધૂમધામથી થવા જઈ રહી છે. માઇ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. આજે સેલંબા પંથકમાં દશામાતાની મૂર્તિઓ ખરીદવા લોકો ઊમટયા હતા. લોકોની ચહલપહલથી બજારમાં રોનક નજરે પડતી હતી. ભીડને લઈ વેપારીના ચહેરા ખીલી ઉઠયા હતા. સેલંબા નગર ખાતે કુંભારગલી તેમજ ખોચરપાડા રોડ અને નગરના વિવિધ વિસ્તારમાં દશામાની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે. અને ખરીદી માટે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.
