. ખાસ કરીને પુરૂષોનું પ્રભુત્વ ધરાવતી બોક્સિંગ જેવી ફાઇટ સ્પર્ધામાં નર્મદા જિલ્લાની યુવતીએ મહત્વનું સ્થાન પ્રાપ્ત કરીને અન્ય યુવતીઓ માટે પણ માર્ગદર્શક રૂપ બની છે.
સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલી આંતરકૉલેજ બોક્સિંગ સ્પર્ધામાં સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, ગરુડેશ્વર-એકતાનગરની વિદ્યાર્થીની પરમાર સીમાકુમારી રોહિતભાઈએ ઉત્કૃષ્ટ રમતગમત કૌશલ્યનું પ્રદર્શન કરી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે.
