દેડિયાપાડા : નર્મદા જિલ્લાના રાજપરા ગામે ગતરોજ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ શબ્દશરણ તડવીજી, નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ સહિત પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં રાજ્યમંત્રી દ્વારા પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા, જિલ્લામાં ચાલતાં વિકાસકાર્યો અને ભવિષ્યમાં હાથ ધરાનારી કામગીરી અંગે ઉપસ્થિત હોદ્દેદારો તથા કાર્યકર્તાને માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે સંગઠનની એકતા, કાર્યકર્તાનો સહયોગ અને જનસેવાના કાર્યોને પ્રાથમિકતા આપીને સરકારની વિકાસલક્ષી યોજનાનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા અંગે ચર્ચા કરાઇ હતી.
