દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં આવેલા નાની સિંગલોટી ગામ પાસે દૂધ ભરેલો ટેમ્પો અચાનક પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો રોડ પર પલટી મારી જતાં તેમાં ભરેલા દુધના કેનમાંથી દૂધ ઢોળાઈને રસ્તા પર રેલાઈ ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ દૂધનો ટેમ્પો દેડિયાપાડા તાલુકાના પીપલોદ ગામનો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો હતો. ટેમ્પો રોડ પર પલટી ખાઈ જતાં તેને નુકસાન થયું હતું, જોકે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી.
