સરકાર દ્વારા ખેડૂતોને શિયાળું અને ઉનાળું પાકો માટે સિંચાઈના પાણી મળી રહે તે માટે નદીઓ, ખાડી કોતરો ઉપર ચેકડેમ બનાવે છે. પરંતુ ચેકડેમોનું સમયાંતરે રીનોવેશન કરવામાં આવતું નથી કે ચેકડેમોની જાળવણી કરવામાં આવતી નથી જેના કારણે ચેકડેમ શોભાના ગાઠીયા બની જાયા છે સાગબારા તાલુકામાં આવા ચેકડેમો જર્જિરીત થયેલા છે તેની કોઇ દરકાર લેવામાં આવતી નથી.


સાગબારા તાલુકાના ખોચરપાડા ગામની નદી ઉપર મોટો ચેકડેમ વર્ષો પહેલાં બનાવવામાં આવ્યો છે. આ ચેકડેમ અત્યારે પાણી વિના શોભાના ગાંઠિયા સમાન સાબિત થયો છે. ચેકડેમમાં એક ટીપું પાણી સંગ્રહ થયેલું જોવા મળતું નથી.ડેમ જર્જરિત હાલતમાં હોવાથી બંને બાજુએ પાણી નીકળી જાય છે. માટીથી પુરાઈ ગયો છે. મોટા મોટા પથ્થરો પડેલા છે. જેના કારણે પાણીનો સંગ્રહ થતો નથી. અત્યારે ચેકડેમમાં પાણી નહીં હોવાથઉનાળું પાકો માટે સિંચાઈના પાણી મળતાં બંધ થઈ ગયા છે. ખેડૂતોને ઉનાળું પાકો માટે સિંચાઈના પાણી નહીં મળતાં ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના પશુઓને પીવાનું પાણી મળતું નથી અને પક્ષીઓ અને જંગલના જીવોને પીવાનું પાણી મળતું બંધ થઈ ગયું છે. આ વિસ્તારમાં પાણી માટે લોકો વલખાં મારે છે. ખેડૂતોને સિંચાઈના પાણી નહીં મળતાં ખેડૂતોની દયનીય અને કફેડી હાલત બની છે. સત્વરે આ ચેકડેમની જગ્યાએ નવો ચેકડેમ બનાવવામાં આવે અથવા આ ચેકડેમનું રીનોવેશન કરવામાં આવે એવી લોકો અને ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: