દેડિયાપાડામાં આવેલા પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ માલસામોટની હાલત જર્જરિત થઇ ગઇ છે. તંત્રની બેદરકારીના કારણે રેલિંગો તૂટી ગઇ છે, દિવાલોમાં તિરાડો પડી ગઇ છે. પ્રવાસીઓને નિનાઇ ધોધ સુધી જવુ હોય તો જોખમી બની શકે છે.
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં હીલ સ્ટેશન માલ સામોટ આવેલો નિનાઈ ધોધ ચોમાસાની ઋતુમાં હજારો પ્રવાસીઓને આકર્ષે છે. હરિયાળી અને કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળ રાજ્યના લોકપ્રિય પ્રવાસન સ્થળોમાં સ્થાન ધરાવે છે. પરંતુ સ્થળ પર ઉપલબ્ધ સુવિધાઓની હાલત વિકાસના દાવાઓ સામે અનેક ગંભીર પ્રશ્નો ઊભા કરી રહી છે.
સ્થળ પર જોવા મળતી સ્થિતિ મુજબ પ્રવાસીઓના આરામ માટે બનાવવામાં આવેલા શેડ જર્જરીત હાલતમાં છે.
પ્રવાસીઓને બેસવા માટે પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ નથી અને જે બાકડાં છે તે પણ તૂટેલી હાલતમાં જોવા મળે છે. ધોધ સુધી જવા માટે બનાવાયેલા પગથિયાંની બાજુમાં લગાવવામાં આવેલી લોખંડની સુરક્ષા રેલિંગ અનેક જગ્યાએ તૂટી ગઈ છે.
પ્રવાસીઓ સહેલાઈથી ઉતરી શકતા નથી અને સહેલાઈથી લોખંડની રેસિંગ પકડીને ચઢી શકતા નથી? અત્યારે રેસિંગ તુટેલી હોવાથી વરસાદી વાતાવરણમાં પ્રવાસીઓની અકસ્માતની થવાની સંભાવના છે.
સ્થાનિક લોકો અને પ્રવાસીઓએ તંત્ર સમક્ષ માંગણી કરી છે કે ચોમાસા બાદ હજારો પ્રવાસીઓ અહી આવતા હોવાથી નિનાઈ ધોધ ખાતે તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે અને પ્રવાસીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કોઈ અનિચ્છનીય દુર્ઘટના સર્જાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો