શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલતો આ કિસ્સો સામે આવતા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ, સાબુટી ગામની જૂની પ્રાથમિક શાળાનું મકાન વર્ષ 2021-22 દરમિયાન તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારથી આજદિન સુધી શાળાનું નવું મકાન તૈયાર થયું નથી, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસની વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

આ શાળામાં બાલવાટિકા સહિત ધોરણ 1થી 8માં આશરે 114 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ વિદ્યાર્થીઓ માટે પૂરતી ભૌતિક સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, શાળાના બે ઓરડામાંથી એક ઓરડામાં ઓફ્સિ તથા શાળાનો સામાન રાખવામાં આવે છે. પરિણામે વિદ્યાર્થીઓ માટે માત્ર મર્યાદિત જગ્યા જ ઉપલબ્ધ રહે છે. કેટલાક વિદ્યાર્થીઓ માટે ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આવી વ્યવસ્થામાં બાળકોને યોગ્ય શૈક્ષણિક વાતાવરણ મળતું નથી અને વિવિધ ઋતુઓમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ શાળા મકાનના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી. આચારસંહિતા પૂર્ણ થયા બાદ ટેન્ડર સહિતની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હોવાનો ગ્રામજનોનો દાવો છે. પરંતુ વર્ષો વીતી ગયા હોવા છતાં શાળાનું નવું મકાન હજુ સુધી તૈયાર ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો