માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા, વાહનચાલકોમાં ટ્રાફ્કિ નિયમો પ્રત્યે જાગૃતિ કેળવવા અને સુરક્ષિત માર્ગ વ્યવહારને પ્રોત્સાહન આપવા જિલ્લા ટ્રાફ્કિ શાખા, નર્મદા દ્વારા મોજી ચેકપોસ્ટ ખાતે ટ્રાફ્કિ જાગૃતિ અભિયાન યોજાયું હતું. આ અભિયાન અંતર્ગત ટ્રાફ્કિ પોલીસ કર્મચારીઓ દ્વારા વાહનચાલકો, રાહદારીઓ તેમજ સ્થાનિક નાગરિકોને ટ્રાફ્કિ નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ટ્રાફ્કિ જાગૃતિ સંબંધિત પેમ્પલેટનું વિતરણ કરી માર્ગ સલામતીના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત સમજ આપી હતી.


અભિયાન દરમિયાન વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફેનનો ઉપયોગ ન કરવો, નશાની હાલતમાં વાહન ન ચલાવવું, નિર્ધારિત ગતિમર્યાદાનું પાલન કરવું તેમજ ટ્રાફ્કિ સંકેતો અને નિયમોનું ચુસ્તપણે અનુસરણ કરવું જેવા મુદ્દાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: