દેડિયાપાડા : દેશભરમાં 12 વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના અભિયાન અંતર્ગત વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં ધારીખેડા સુગર ફેક્ટરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ તડવી, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અગ્રણીઓ, સામાજિક વનિકરણ વિભાગના અધિકારીઓ, નાગરિકો તથા પર્યાવરણપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Patan: પાટણમાં બગવાડા દરવાજા પાસે બી ડિવિઝન પોલીસની લાલ આંખ









