રાજપીપળા : વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના વડીયા ગ્રામ પંચાયત ખાતે, સાગબારા તાલુકાના સાગબારા ગ્રામ પંચાયતના કનખાડી ગામે તેમજ તિલકવાડા તાલુકાના તિલકવાડા ગ્રામ પંચાયત હેઠળના તિલકવાડા ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પ્રમુખો, તાલુકા પંચાયતના સદસ્યો, ગ્રામ પંચાયતના સરપંચો, તાલુકા વિકાસ અધિકારીઓ, તલાટી કમ મંત્રીઓ, ગ્રામજનો તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણના સંરક્ષણ, વૃક્ષોના મહત્વ અને હરિયાળું પર્યાવરણ જાળવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અંગે સૌને સંદેશ આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Amreli : પ્રેગ્નન્ટ સિંહણના મોતમાં મોટી કાર્યવાહી, 2 દિવસ સુધી સિંહણ તરફડતી રહી ને વન વિભાગ ઊંઘતું રહ્યું, બેદરકાર ફોરેસ્ટરની બદલી









