દેડિયાપાડા : સાગબારા કોંગ્રેસ સમિતિ દ્વારા તા. 20 ઓગસ્ટ, 2026ના રોજ સેલંબા ખાતે આવેલા ગોટપાડા મંદિર ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અને આધુનિક ભારતના નિર્માણના સ્વપ્નદ્રષ્ટા સ્વ. રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે શ્રાદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. સાગબારાના કોંગ્રેસના કાર્યકરો દ્વારા સ્વ. રાજીવ ગાંધીજીના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના દેશના વિકાસમાં આપેલા યોગદાન અને વિચારોને યાદ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભારતના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમપણ યોજાયો હતો. ઉપસ્થિતોએ વૃક્ષોનું જતન કરવાની તથા આવનારી પેઢીને સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ પર્યાવરણ મળે તે માટેસંકલ્પ લીધો હતો.
