સરદાર વલ્લભભાઇ પટેલના જન્મ સ્થળ કરમસદથી આરંભાયેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રા- યુનિટી માર્ચ તેના અંતિમ પડાવમાં બુધવારે સાંજે નર્મદા જિલ્લામાં પોઇચા ખાતે પ્રવેશી હતી. આજે સવારે પોઇચાથી યાત્રાનું પ્રસ્થાન થયુ હતુ અને ભદામ ગામે 1972માં બનેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલની આગેવાની હેઠળ યાત્રા વિવિધ ગામોમાંથી પસાર થઇને રાજપીપળા પહોચી હતી અહી કાલાઘોડા સર્કલ ખાતે યાત્રાનું સ્વાગત કરાયું હતું.
કાલાઘોડા સર્કલ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ રાજપીપળાના રાજા શ્રી વિજયસિંહજીની પ્રતિમાને પુષ્પાર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ અવસરે સાંસદ મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઇ તડવી, ધારાસભ્ય ડૉ. દર્શનબેન દેશમુખ, જિલ્લાના અગ્રણી નીલભાઈ રાવ, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.તે પૂર્વે નાંદોદ તાલુકાના ભદામ ગામે યુનિટી માર્ચનું સ્વાગત થયુ હતું અહી યોજાયેલા ગ્રામસભામાં પાણી પુરવઠા રાજ્યમંત્રી ઇશ્વર પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા અને કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં કેન્દ્રીય માર્ગ પરિવહન રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પનાને સાકાર કરવા તમામ દેશવાસીઓની સભાગીદારીતા અત્યંત જરૂરી છે.પ્રધાનમંત્રી ના વિકસિત ભારતના સંકલ્પનાને સાકાર કરવા તમામ દેશવાસીઓની સભાગીદારીતા અત્યંત જરૂરી છેગ્રામસભાના પ્રારંભે મહાનુભાવોએ ભદામ ગામે 1972 માં સ્વાતંત્રતા સેનાનીઓ દ્વારા નિર્મિત તે સમયની સરદાર સાહેબની સૌથી વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાર્પણ કરીને ભાવવંદના કરી હતી. આ તકે, ગામના વરિષ્ઠ નાગરિકો, સ્વાતંત્રતા સેનાનીઓના પરિવારજનોને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કર્યુ હતુ.










