ભારતમાં દર વર્ષે 26 ડિસેમ્બરના રોજ વીર બાલ દિવસ ઉજવવામાં આવે છે. શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગોબિંદસિંહજીના બે નાના પુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી (ઉંમર 9 વર્ષ) અને સાહિબજાદા ફ્તેહ સિંહજી (ઉંમર 6 વર્ષ)ના અભ્દુત શૌર્ય, ધૈર્ય અને સર્વોચ્ચ બલિદાનની સ્મૃતિમાં આ દિવસ ઉજવવામાં આવે છે. આ અનુસંધાને નર્મદા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. ઉપસ્થિત આગેવાનોએ કહ્યું હતું કે આ બે વીર બાળકોના બલિદાનથી ધર્મ, સત્ય અને ન્યાય માટે અડગ રહેવાની આજનાબાળકોને પ્રેરણા મળે છે.


કાર્યક્રમ અંતે વિદ્યાર્થીઓને વીર બાલકોના જીવનમાંથી પ્રેરણા લઈને સત્ય, ધર્મ અને ન્યાયના માર્ગે ચાલવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, જિલ્લા યુવા અધિકારી દિલીપભાઈ દેસાઈ, જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીઓ, શાળાના આચાર્ય અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિતરહ્યા હતા અને કોલેજના વિદ્યાર્થિઓને આવા કાર્યક્રમોથી પ્રેરણા લેવા જણાવ્યુ હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: