આદિજાતિ વિકાસ અધિકારી અને મદદનીશ કમિશનરનું આશ્રમ શાળા સંઘ દ્વારા સ્વાગત કરાયું.
દેડિયાપાડા : નર્મદા જિલ્લામાં નવનિયુક્ત આદિજાતિ વિકાસ અધિકારી રોહિત પી. ચાંડેરા તથા મદદનીશ કમિશનર (શિક્ષણ) હાર્દિક રાઠોડનું નર્મદા જિલ્લા આશ્રામ શાળા કર્મચારી સંઘ અને સંચાલક મંડળના હોદ્દેદારો મહેશભાઈ પટેલ અને જયંતિ ભાઈ વસાવા અને અન્ય દ્વારા ઉષ્માભર્યું સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કર્મચારી સંઘ અને સંચાલક મંડળના હોદ્દેદારોએ બંને અધિકારીઓને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કર્યું હતું. સંચાલક મંડળના સભ્યો, કર્મચારી સંઘના હોદ્દેદારો તેમજ આશ્રામ શાળાઓના શિક્ષકો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
