દેડિયાપાડા : સાગબારા તાલુકાની જે.કે. હાઈસ્કૂલ ખાતે 12 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાગબારા તાલુકાના પ્રમુખ જગદીશભાઈ વસાવા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ યોગ દિવસ નિમિત્તે સૌને સંદેશ આપવામાં આવ્યો કે યોગ માત્ર એક દિવસ પૂરતો સીમિત નથી. યોગ આપણા જીવનનો અભિન્ન ભાગ બનવો જોઈએ. જે વ્યક્તિ નિયમિત યોગ કરે છે તે શારીરિક અને માનસિક રીતે વધુ નિરોગી અને તંદુરસ્ત રહે છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: