ગુજરાત સરકાર હસ્તકના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ યોગ દિવસ-2026ની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં બુધવારથી યોગ તાલીમ શિબિરોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાનારી આ શિબિરોમાં યોગ સાધકોને સવારે 6:00 થી 7:00 કલાક દરમિયાન નિઃશુલ્ક યોગાભ્યાસ અને માર્ગદર્શન આપવામાં આવશે.


જિલ્લામાં નાંદોદ તાલુકાની મીરીકલ હવેલી, રાજપીપલા ખાતે કોચ અને યોગ ટ્રેનર શિલ્પાબેન શાહ (મો.9408418017), ગરૂડેશ્વર તાલુકાના આરોગ્યવન, સ્ટેચ્યુ ઓફ્ યુનિટી ખાતે કોચ/યોગ ટ્રેનર રાજેશભાઈ તડવી (મો.9979396586), તિલકવાડા તાલુકાની આર્ટ્સ કોલેજ, તિલકવાડા ખાતે કોચ/યોગ ટ્રેનર કૌશિકભાઈ બારીયા (મો.9265971720), દેડિયાપાડા તાલુકાની ઇનરેકા સંસ્થા, દેડિયાપાડા ખાતે કોચ/યોગ ટ્રેનર માર્થા વસાવા (મો.9313964708), સાગબારા તાલુકાની જે.કે. હાઇસ્કૂલ, સાગબારા ખાતે કોચ/યોગ ટ્રેનર મનુભાઈ વસાવા (મો.9537294896) તેમજ ચિકદા તાલુકાની રેલ્વા ભરાડા હાઇસ્કૂલ, રેલ્વા ખાતે કોચ/યોગ ટ્રેનર ધર્મિષ્ઠાબેન તડવી (મો.7698132677) દ્વારા યોગ તાલીમ આપવામાં આવશે.

યોગમાં રસ ધરાવતા તમામ યોગ સાધકોને સંબંધિત કોચ/યોગ ટ્રેનરનો સંપર્ક કરી શિબિરમાં જોડાવા અને વિશ્વ યોગ દિવસની ઉજવણીને સફ્ળ બનાવવા જિલ્લા યુવા અધિકારીએ અનુરોધ કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: