દેડિયાપાડા તાલુકાના કુકરદા ગામના પિપરીપાડા અને મકવાણા ફળિયામાં નલ સે જલ યોજના અંતર્ગત આદિવાસીઓને પીવાનું પાણી મળતું નથી આદિવાસી લોકોની પાણી વિના હાલત કફોડી હાલત બની છે. નલ સે જલ યોજના અંતર્ગત સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો છે.
દેડિયાપાડા તાલુકાના કુકરદા ગામનું ફળિયું પિપરીપાડા અને મકવાણા ફળિયામાં ગ્રામ્ય જળ અને સ્વચ્છતા સમિતિ યોજના અંતર્ગત 2020/2021 ની સાલમાં જલ સે નલ યોજના અંતર્ગત ઘરે ઘરે પાણીના નળ મુકવામાં આવ્યા હતા. પાણીની ટાંકી બનાવાવમાં આવી હતી.પાણી માટે બોર મોટર બનાવવામાં આવ્યો હતો. પશુઓને પીવાનું પાણી મળી રહે તે માટે હવાડો બનાવવામાં આવ્યો હતો. પિપરીપાડા ખાતે અત્યારે બંધ હાલતમાં છે. ખંડેર હાલતમાં છે. પાણી વિના શોભાના ગાંઠિયા સમાન સાબિત થયું છે.સરકાર દ્વારા પાણી માટે લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો છે. પાણી વિના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મકવાણા ફળિયામાં પણ આવી હાલત જોવા મળે છે જેથી ગ્રામજનો નારાજ છે.










