એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ્ યુનિટી બાદ સૌથી વધુ પ્રવાસીઓ જેની મુલાકાત લે છે એવા સરદાર પટેલ ઝુલોજિકલ પાર્કના (જંગલ સફારી) કર્મીઓ પગાર વધારો અને બોનસ મુદ્દે હડતાળ પર ઉતરી જતા તંત્ર દોડતું થયું છે. એક બાજુ દિવાળીની રજાઓમાં પ્રવાસીઓનો ધસારો તો બીજી બાજુ આ હડતાળને લીધે તંત્ર દ્વારા સરદાર પટેલ ઝુલોજિકલ પાર્ક તથા એને સંબંધિત વિવિધ સ્થળો અસ્થાયી રૂપે બંધ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. આ હડતાળને 2 દિવસ થયા છતાં કોઈ સમાધાન થયું નથી. કર્મચારીઓની માગ છે કે અમને પગાર વધારો અને યોગ્ય સગવડો આપવામાં આવે. જો માંગણી નહી સ્વીકારાય તો મોટું આંદોલન કરીશું.જ્યાં સુધી માંગણીઓ નહી સ્વીકારાય ત્યા સુધી આંદોલન ચાલુ રાખવાની હડતાળી વેતન ધારકો એ ચીમકી ઉચ્ચારી છે
