દેડિયાપાડા : દેડિયાપાડા તાલુકાના ટીંબાપાડા ખાતે ઇનરેકા સંસ્થાન સંચાલિત સનાતન ધર્મ સિનિયર સેકન્ડરી સ્કૂલ ખાતે ડે.DDO પીનાકીબેન ભગોરા દ્વારા ધો.9ના 50 અને ધો.11ના 54 વિદ્યાર્થીને પ્રવેશ અપાયો હતો. જેની શરૂઆત વિદ્યાર્થી દ્વારા મહેમાનોના સ્વાગત સાથે થઈ હતી. સંસ્થાનના પ્રમુખ ડૉ. વિનોદ કૌશિકે વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવાની પ્રેરણા આપી હતી. ડે. ડી.ડી.ઓ. પીનાકીબેન ભગોરાએ જણાવ્યું કે દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવે છે. તેથી શિક્ષકોની જવાબદારી વધે છે. અંતે શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું. જે પ્રસંગે માયારાણી કૌશિક, મેનેજર ગોપાલસિંહ ક્ષત્રિય, તાલુકા સભ્ય અક્ષય વસાવા, ઉપસ્થિત રહ્યા હતા. 


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 


  • Follow us on: