દેડિયાપાડા
વન મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના ખેડાણ અંગેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આગામી દિવસોમાં સમય લાગી શકે છે અને સરકાર તરફ્થી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં અંદાજે 3થી 4 મહિનાનો સમય લાગી શકે છે. તેથી ખેડૂતોને ખેડાણ બાબતે આગામી દિવસોમાં રાહ જોવી પડશે. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સાગબારાના ખેડૂતોના ધરણાં બાદ રાજ્યમાં પેન્ડિંગ રહેલા આશરે 60થી 70 હજાર દાવાઓ અંગે પણ સરકાર દ્વારા નિર્ણય લેવાશે, આ દાવાઓને મંજૂરી અપાવવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરાશે. ઉલ્લેખનીય છે કે, ખોપી હલ ગામ પાડી સહિત અંદાજિત 12 ગામના આદિવાસી ખેડૂતો દ્વારા જંગલ જમીનના પ્રશ્ને છેલ્લા 24 દિવસથી ધરણાં-પ્રદર્શન અને સત્યાગ્રહ કરી રહ્યાં હતાં.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
