નવસારી પોલીસને સાયબર ક્રાઈમ અને આંતરરાષ્ટ્રીય સટ્ટાબાજીના નેટવર્ક મામલે એક મોટી સફળતા મળી છે. નવસારી ગ્રામ્ય પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા આંતરરાષ્ટ્રીય સ્તરના મોટા ગજાના આરોપી પિયુષ પારેખની રાજકોટથી ધરપકડ કરી છે. આ ધરપકડને પગલે સાયબર અને બુકી બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે.
દુબઈ કનેક્શન અને બુકી નેટવર્ક
ઝડપાયેલો આરોપી પિયુષ પારેખ સામાન્ય ગુનેગાર નથી. મળતી માહિતી મુજબ, તે દુબઈમાં રહીને મોટું બુકી નેટવર્ક ચલાવતો હતો અને બુલિયન ટ્રેડિંગ સાથે પણ સંકળાયેલો હતો. તેની સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ વોન્ટેડ એવા આ આરોપીને પકડવો એ નવસારી પોલીસ માટે એક મોટી સિદ્ધિ ગણાય છે.










