દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત અને પશુપાલકોની જીવાદોરી સમાન વસુધારા ડેરી (ચીખલી, આલીપોર) માં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર મેન્ડેટને અવગણીને બળવો કરનાર ઉમેદવારોએ જંગી બહુમતી સાથે વિજય મેળવતા સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
વસુધારા ડેરીની ચૂંટણીના પરિણામો
ચીખલીના આલીપોર ખાતે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપના શિસ્તના લીરેલીરા ઉડ્યા હતા. ભાજપના સત્તાવાર ઉમેદવાર કિશોર પટેલની સામે બળવો કરી ઉમેદવારી નોંધાવનાર રાજેશ ભીખાભાઈ પટેલ (દુવાડા) નો વિજય થયો છે. રાજેશ પટેલને કુલ 14 મતોમાંથી 10 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સત્તાવાર ઉમેદવારને માત્ર 4 મતોથી સંતોષ માનવો પડ્યો હતો.આ પદ પર પણ ભાજપે કલ્પનાબેન ભીંસરાને મેન્ડેટ આપ્યો હતો, પરંતુ તેમની સામે સીતાબેન જાદવ મેદાનમાં ઉતર્યા હતા. સીતાબેને 9 મત મેળવી વિજયી બન્યા હતા અને ભાજપ પ્રેરિત ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો હતો.










