ડાંગ જિલ્લામાં સીતાવન, ઝરી/વાડયાવન અને સુબીર ખાતે મૂર્તિઓ ખંડિત થવાની ઘટના બાદ શાંતિ અને એકતા ડહોળાય તેવા પ્રયાસો સામે 'ભારત આદિવાસી સંવિધાન સેના' દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગત તા. 31-08-2026ના રોજ કલેક્ટર કચેરીના પટાંગણમાં સાધ્વી યશોદાદીદી દ્વારા ધર્મના નામે દુષ્પ્રેરણા ફેલાવી, ઉશ્કેરણીજનક પ્રવચન આપી ખ્રિસ્તી અને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યા હતાં. આ પ્રકારના નિવેદનોથી લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. તાત્કાલિક આ ઘટનાના આરોપીને પકડવામાં નહીં આવે તો ડાંગમાં ખ્રિસ્તી અને મુસલમાનોના એક પણ ચર્ચ/મસ્જિદ રહેવા દઈશું નહીં તેવું કથિત ભાષણ સાધ્વી દ્વારા આપવામાં આવ્યું હતું.
