14મી સપ્ટેમ્બરના રોજ ગણેશજીની સ્થાપના પૂર્વે વાંસદાનગર સહિત સમગ્ર તાલુકાના વિવિધ મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાનું આગમન કરાવી રહ્યા છે. જેમાં વાંસદા જૂના દરબાર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ આકર્ષક શ્રીજીની સ્થાપનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સોમવારના સાંજે દરબાર ચા રાજાનું ભવ્ય આગમન થતાં શ્રીજીની બેલેન્સિંગ માટેની પ્રતિમા નિહાળવા હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડયા હતાં અને ઢોલ-નગારાના તાલે વાજતે ગાજતે શ્રીજીના આગમનમાં જોડાતા સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલનું નિર્માણ થવા સાથે ગણપતિ બાપ્પા મોરિયાના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠયો હતો. દરબાર ચા રાજાના આગમન સમયે મુંબઈનું ફેમસ અઘોરી અને કાળીકા માતાના ગ્રૂપ દ્વારા વિવિધ પ્રકારની આકર્ષક કૃતિઓ રજૂ કરવામાં આવતા હજારો ભક્તો ભક્તિભાવમાં લિન થઈ ગયા હતા. મંડળના સંચાલકોએ પર્યાવરણને ધ્યાનમાં રાખી દર વર્ષની માફ્ક આ વર્ષે પણ માટીની પ્રતિમા બનાવવાના આયોજનથી એક જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
