નવસારી જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો આંતરિક અસંતોષ હવે સપાટી પર આવ્યો છે. જલાલપોર તાલુકા ભાજપ સંગઠનમાં ચાલી રહેલી રાજીનામાની શ્રેણીમાં હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ જોડાયા છે. સંગઠનના સમર્થનમાં એકસાથે તાલુકા પંચાયતના 6 સભ્યોએ રાજીનામા ધરી દેતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.


નવસારી જિલ્લા ભાજપમાં રાજીનામા

જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ નીલમ પટેલને સુપ્રત કરવામાં આવેલા રાજીનામામાં અનેક દિગ્ગજ નામો સામેલ છે. જેમાં હિરેન પટેલ કારોબારી અધ્યક્ષ, જલાલપોર તાલુકા પંચાયત.નિલેશ પટેલ માજી શાસક પક્ષ નેતા. આ ઉપરાંત અન્ય 4 ચૂંટાયેલા સભ્યોએ પણ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે.

સંગઠનની આગ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુધી પહોંચી

રાજકીય વિશ્લેષકોના મતે, આ અસંતોષની શરૂઆત સંગઠન સ્તરે થઈ હતી, જે હવે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સુધી પ્રસરી છે. જલાલપોર તાલુકા ભાજપમાં અત્યાર સુધીમાં સંગઠન અને પંચાયત મળીને કુલ 27 સભ્યો રાજીનામા આપી ચૂક્યા છે. કારોબારી અધ્યક્ષ હિરેન પટેલે મીડિયા સમક્ષ પણ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે, જે દર્શાવે છે કે પક્ષમાં સંકલનનો અભાવ હોઈ શકે છે.


આ પણ વાંચો: Ahmedabad: ક્રાઇમ બ્રાન્ચનું સફળ ઓપરેશન, બાપુનગરના મારામારીના ગુનામાં વોન્ટેડ બે રીઢા ગુનેગારો ઝડપાયા

  • Follow us on: