વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં સમાજના દરેક બાળકને સમાન તકો અને શિક્ષણનો લાભ મળે તેવા ઉદ્દેશ સાથે સેવા સંકલ્પ 2026 અંતર્ગત નિરપણ પ્રાથમિક શાળા, વાંસદા ખાતે વંચિત અને જરૂરિયાતમંદ બાળકોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ સંજય પટેલ અને ઉપપ્રમુખ રાકેશ શર્મા, તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી જયેશકુમાર ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરૂણકુમાર અગ્રવાલ, વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દેશલે તથા સભ્યો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહાનુભાવો અને અધિકારીઓએ બાળકોને શિક્ષણ સાથે સતત જોડાયેલા રહેવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. વંચિત બાળકોમાં આત્મવિશ્વાસ વધે અને તેઓ શિક્ષણની મુખ્યધારા સાથે વધુ મજબૂતીથી જોડાય તે હેતુથી શૈક્ષણિક સામગ્રી તથા ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા સંકલ્પ સાથે સેવા, સહકાર, સમાનતા અને માનવતાનો સકારાત્મક સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો