નવસારીઃ વેસ્મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના વિશેષ સહયોગથી એક રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 35 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે ડોક્ટર ફોરમ પારેખે જણાવ્યું કે, વેસ્મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વતી આ પ્રકારનું માનવતાવાદી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 35 યુનિટ રક્ત પ્રાપ્ત થવું એ ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે. ડો. ફોરમ પારેખે રક્તદાતાઓ, આરોગ્ય સ્ટાફ અને રેડક્રોસની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
