બીલીમોરાઃ બીલીમોરાના આંતલિયા અસ્પી કન્યા વિદ્યાલયની દીકરી નવસારીના ભક્તાશ્રામ ખાતે જિલ્લાકક્ષા યુવા મહોત્સવમાં ભાગ લીધો હતો. ઈક્ષિતા જયકુમાર યાદવે કાવ્યલેખન સ્પર્ધામાં પોતાની અદ્ભુત સર્જનાત્મક શૈલી, કલ્પનાશક્તિ, ભાષાકૌશલ્ય અને અભિવ્યક્તિની આગવી છટા દ્વારા પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. તેની આ સિદ્ધિ બદલ આચાર્યા ચિતલબેન પટેલ, ટ્રસ્ટીમંડળ, શાળા પરિવારે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. માર્ગદર્શક શિક્ષિકા નયનાબેન પટેલને પણ અભિનંદન પાઠવ્યા હતા. હવે આ દીકરી રાજ્ય સ્તરે પોતાનું પ્રતિનિધિત્વ કરશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો