વાંસદા - ડાંગ : ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદના પરિણામે પંચાયત માર્ગ અને મકાન વિભાગ હેઠળના ગ્રામ્ય વિસ્તારના દોડીપાડા - બરડા રોડ પર રસ્તાની ધાર પર જમીન ધસી પડવાની ઘટના બની હતી. જેને કારણે રસ્તાની બાજુમાં આશરે 20 થી 25 મીટર જેટલી ઊંડી ખાઈ જેવી જોખમી સ્થિતિ નિર્માણ પામી હતી.
આ ઘટના અંગે જાણ થતાં જ પંચાયત માર્ગ અને મકાન વિભાગ, ડાંગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિભાગ દ્વારા માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં યોગ્ય મશીનરી અને પૂરતા પ્રમાણમાં મટીરિયલનો ઉપયોગ કરીને રસ્તાની સાઇડનું સફ્ળતાપૂર્વક પુરાણ કરી દેવામાં આવ્યું છે.
