નવસારી : નવસારી અને વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઇ નાગરિકોની ખબર-અંતર પૂછયા હતાં અને તંત્ર દ્વારા ચાલી રહેલી રાહત બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સંઘવીએ નવસારીના પાણી ભરાયેલા વિસ્તારો ખાસ કરીને ટાટા હાઈસ્કુલ પરિસરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થળ પર નિરીક્ષણ કરી વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં ફરીને પ્રવર્તમાન પરિસ્થિતિનો ચિતાર મેળવી સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ પાસેથી રાહત અને બચાવ કાર્યોની વિગતવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ દરમ્યાન વલસાડ-ડાંગ લોકસભા ક્ષેત્રના સાંસદ ધવલ પટેલ, જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો