બીલીમોરા : બીલીમોરા આતલીયાથી ઊંડાચ જતા કાવેરી નદીના બ્રિજની બાજુમાં આવેલ વીજળીની મુખ્ય લાઈનનો ટાવર નમી જતા બ્રિજની રેલિંગને નુકસાન થયું હતું. જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી.
અત્રે થોડા દિવસ પર કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું અને પૂર આવેલ જેને કારણે નદીના કિનારાની જમીનો નરમ થઈ જતા આતલિયા અને ઊંડાચને જોડતા પુલની પાસે આવેલ વીજળીની મુખ્ય લાઈનનો ટાવર નમી પડયો હતો, જેને કારણે બ્રિજની બનાવેલ લોખંડની રેલિંગને થોડું નુકસાન થયું હતું. જો કે, આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હોવાથી થોડી રાહત થઈ હતી. આ બનાવની પોલીસ તંત્રને જાણ થતા પોલીસની ટીમ પુલ પર આવી બંદોબસ્ત જાળવ્યો હતો.
