આઈ.સી.દેસાઈ હાઈસ્કૂલ અને આર.ડી.પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ, તલાવચોરા ખાતે શાળાના સરસ્વતીબેન પ્રાર્થના હોલમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગણદેવી સુગરના ચેરમેન અમિત પટેલ, નવજીવન કેળવણી મંડળના પ્રમુખ બળવંતભાઈ, મંત્રી રાજુભાઈ તથા વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય અનિલ જી. ટંડેલે મહેમાનો પરિચય કરાવ્યો હતો.
આ પ્રસંગે અમિત પટેલે વિજ્ઞાન મેળો વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મૂક્યો બકો, આ વિજ્ઞાન મેળાની મુખ્ય થીમ ટકાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઈનોવેશન હતી. વિજ્ઞાન મેળાની મુલાકાત શાળાના બાળકો ઉપરાંત મલિયાધરા પ્રાથમિક શાળા, તલાવચોરા સુથાર ફ્ળિયા, તલાવચોરા દેસાઈવાડ, તેજલાવ, ચીમલા, તેજલાવ આશ્રામશાળા તથા સોલધરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ લીધી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ મોડેલ તથા ખાસ કરીને AI આધારિત પ્રોજેક્ટ્સમાં ઉત્સાહપૂર્વક રસ દાખવ્યો હતો. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ આશરે 52 કૃતિઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓએ વિજ્ઞાન, ટેકનોલોજી, પર્યાવરણ, આપત્તિ વ્યવસ્થાપન, સ્માર્ટ સિટી, કૃષિ તથા નવીન વિચારધારાઓને મોડેલ અને પ્રયોગો દ્વારા રજૂ કર્યા હતા.
