નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ના પીએસઆઈ (PSI) એમ.બી. ગામીત તથા તેમની સમગ્ર ટીમને પોલીસ મહાનિર્દેશકના હસ્તે જુલાઈ-2026 માટેનો પ્રતિષ્ઠિત E-COP ઓફ ધ મંથ' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વર્ષ 2026 દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં બીજી વખત આ પ્રતિષ્ઠિત એવોર્ડ નવસારી પોલીસના ફાળે આવ્યો છે. રાજ્યસ્તરે વારંવાર પોતાની શ્રોષ્ઠ કાર્યક્ષમતા અને ટેક્નોલોજી આધારિત ગુનાખોરી ડામવાની કામગીરી સાબિત કરીને નવસારી પોલીસે સમગ્ર રાજ્યમાં એક આગવી અને મજબૂત છાપ છોડી છે. E-COP એપ્લિકેશન અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને ગુનેગારો પર બાજ નજર રાખવામાં આ ટીમે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. પીએસઆઈ એમ.બી. ગામીતના કુશળ નેતૃત્વ હેઠળ LCB સ્ટાફના દરેક કર્મચારીએ સંકલન સાધીને સરાહનીય કામગીરી કરી છે. આ મોટી સફળતા બદલ નવસારી જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને નાગરિકોએ પીએસઆઈ એમ.બી.ગામીત અને તેમની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી છે.
