નવસારી શહેરમાં મોડી રાત્રે લોહિયાળ ધિંગાણું સર્જાયુ હતુ, જેમાં બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલીમાંથી બબાલ બિચકી હતી અને સામસામે મારામારી થઈ હતી, હથિયારોનો પણ આ મારામારીમાં ઉપયોગ થયો હોવાની વાત સામે આવી છે, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
નવસારી શહેરના જૂનાથાણા વિસ્તારમાં લોહિયાળ ધિંગાણું
નવસારી જૂનાથાણા વિસ્તારમાં બે જૂથો વચ્ચે બબાલ થઈ હતી અને યુવતીની છેડતી મામલે 5 લોકોના માથા ફૂટ્યા હોવાની વાત સામે આવી છે, લોહિયાળ બબાલમાં એક મહિલા પણ ઇજાગ્રસ્ત છે અને હથિયારો સાથે એક જૂથે હુમલો કર્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, નવસારી ટાઉન પોલીસે હાથ ધરી કાર્યવાહી.













