નવસારીમાં બુટલેગરને પકડવા પોલીસે રસ્તો બ્લોક કર્યો હતો અને રાનકુવા સર્કલ નજીક બુટલેગરે બેફામ રીતે કાર હંકારી અને આગળ ઉભેલા વાહનોને ટક્કર મારી બુટલેગર ભાગ્યો હતો, બુટલેગરને પકડવા જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે પીછો કરતા બુટલેગર કાર મુકી નાસી છૂટ્યો હતો.
નવસારીમાં પોલીસને બાતમી મળી હતી દારૂને લઈ
નવસારી પોલીસને દારૂને લઈ બાતમી મળી હતી કે, બુટલેગર કારમાં દારૂ લઈને આવી રહ્યો છે, ત્યારે પોલીસે તેને ઝડપવા માટે વોચ ગોઠવી હતી અને બુટલેગરને ખબર પડી કે પોલીસ પાછળ છે ત્યારે તેણે પણ કાર હંકારી હતી અને બેફામ રીતે કાર હંકારીને બે વાહનોને અડફેટે લીધા હતા, પોલીસને જોઈ બુટલેગર કાર મૂકીને ફરાર થયો હતો અને કારમાંથી પોલીસે 4.50 લાખની કિંમતનો દારૂ જપ્ત કર્યો છે.
અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી
નવસારી જિલ્લામાં દારૂ પકડવાની લ્હાયમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાસ અને નવસારી જિલ્લામાં પોલીસ અને બુટલેગર વચ્ચે કાર ચેઝના ફિલ્મી દ્રશ્યો સર્જાયા. નવસારી જિલ્લાના રાનકુવા સર્કલ નજીક પોલીસે બુટલેગરની કાર બ્લોક કરી અને પછી સર્જાયા ફિલ્મી દ્રશ્યો. અને રાનકુવા સર્કલ નજીક ક્રેટા કાર બ્લોક થયા બાદ બુટલેગરે બેફામ હંકારી હતી અને બેફામ થયેલા બુટલેગરે કાર રસ્તા ઉપર બે મોટા વાહનો સાથે અથડાવી. ખાનગી સ્કોર્પિયો કારમાં સવાર પોલીસે ક્રેટા કારને ઝડપી પાડવા પૂરપાટ ઝડપે કાર ચલાવી હતી.
ક્રેટા કારમાં સવાર ઇસમો કાર બિનવારસી છોડી નાસી જવામાં સફળ થયા
દિલધડક ફિલ્મી દ્રશ્યો બાદ પોલીસે ક્રેટા કાર બિનવારસી હાલતમાં કબજે લીધી હતી અને પોલીસે બિનવારસી ક્રેટા કારમાંથી સાડા ચાર લાખથી વધુનો દારૂ જપ્ત કર્યો હતો, પોલીસે દારૂ ભરેલી કાર મૂકી ફરાર થયેલા અજાણ્યા ઇસમો વિરુધ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : Weather News : રાજયમાં ઠંડીનો ચમકારો યથાવત, આ સિઝનમાં પ્રથમ વખત નલિયામાં સૌથી નીચું 9 ડિગ્રી તાપમાન નોંધાયું