સુરત, વડોદરા અને ભરૂચના યુવાનો પણ બેલારુસમાં ફસાયા હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો છે અને બેલારુસમાં ગુજરાતી યુવાનેઓ કરી મદદની પહેલ અને યુવાનો એજન્ટોના પાપે મુશ્કેલીમાં મૂકાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જે લોકો મદદે પહોંચ્યા છે તેમનું કહેવું છે કે, અનેક લોકો બેલારુસમાં ફસાયા છે.


બેલારુસમાં ફસાયેલી નવસારીની મહિલાનો વધુ એક વીડિયો સામે આવ્યો

નવસારીની મીના જોષીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમનું કહેવું છે કે, એજન્ટોના કારણે ઘણા લોકો અહીંયા ફસાયા છે અને નવસારીની મહિલાને મદદ માટે બેલારુસમાં સ્થાયી ગુજરાતી યુવાન પહોચતા થયો સમગ્ર ખુલાસો અને નવસારીની મીના જોષીએ પોતાના ઉપર ખોટા આક્ષેપ થઈ રહ્યા હોવાની પણ કરી વાત, મીનાએ ભારત પરત ફરી એજન્ટો સામે લડી લેવાની તૈયારી બતાવી છે. બેલારૂસમાં ફ્રૂટ પેકિંગમાં નોકરી અને 70 હજારથી 80 હજાર પગાર મળશે તેવું કહીને મોકલાઇ હતી.

મહિલાનો દાવો છે કે તે દેવું કરીને વિદેશ પહોંચી હતી

આ સમગ્ર ઘટનામાં મહિલાનું કહેવું છે કે, તે દેવું કરીને વિદેશ પહોંચી હતી અને 80 હજારના પગારની લાલચ એજન્ટે આપી હતી અને ઓવરટાઈમના પગારની પણ વાત કરી હતી, તો વડોદરાના એજન્ટે બેલારૂસ માટે 5 થી 6 લાખ જેટલી રકમ લીધી હતી અને જે રીતે કામ અને પગારની વાત કરી હતી તે પગાર મળી રહ્યો નથી તેવો મહિલાનો દાવો છે. મહિલાનું કહેવું છે કે, વડોદરામાં એજન્ટની ઓફિસ આવેલી છે અને બે ભાઈઓ છે જે લોકોને વિદેશ મોકલી રહ્યાં છે અને એજન્ટ તરીકે વિદેશ મોકલે છે.


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં બેવડી ઋતુની અસર, ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા બે ઋતુનો અનુભવ કરતા શહેરીજનો


 

  • Follow us on: